ઘરેલુ હિંસા કાયદો (DV Act) અને વ્યાવસાયિક વિવાદ: દિલ્હી હાઈકોર્ટનો સસરા સામેની નોટિસ રદ કરતો મહત્વનો ચુકાદો

 ઘરેલુ હિંસા કાયદો (DV Act) અને વ્યાવસાયિક વિવાદ: દિલ્હી હાઈકોર્ટનો સસરા સામેની નોટિસ રદ કરતો મહત્વનો ચુકાદો

પતિ-પત્નીના વૈવાહિક વિવાદો દરમિયાન પરિવારના સભ્યો સામે ઘરેલુ હિંસા (DV Act) હેઠળ કાર્યવાહી કરતી વખતે કાયદાકીય મર્યાદાઓ ધ્યાને રાખવી અત્યંત જરૂરી છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે કલમ 482 હેઠળના એક કાનૂની વિવાદમાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર કૌટુંબિક સંબંધ હોવાથી કે વ્યવસાયિક મનદુઃખને કારણે સસરા સામે ઘરેલુ હિંસાનો કેસ ન ચલાવી શકાય. આવો જાણીએ ચુકાદાની વિગતો અને કાનૂની પાસાં.

કેસની વિગતો :-

• અદાલત: દિલ્હી હાઈકોર્ટ (High Court of Delhi) 

• કેસ નંબર: CRL.M.C. 6388/2023 અને CRL.M.A. 36957/2024 

• CNR નંબર: DLHC010348362023 

• ન્યાયાધીશ (Coram): માનનીય જસ્ટિસ મધુ જૈન (Hon'ble Ms. Justice Madhu Jain) 

• ચુકાદાની તારીખ: 19 ઓગસ્ટ, 2026 (19.08.2026) 

• અરજદાર (Petitioner): પરિણીત મહિલા (પત્ની) 

• સામાવાળા (Respondents):

o Respondent No. 1: સ્ટેટ (State through Chief Secretary & Ors) 

o Respondent No. 2: સસરા (Father-in-law - WWI ના પ્રોપ્રાઈટર) 

o Respondent No. 3: પતિ (Husband - WWIE ના ભાગીદાર) 


કેસની મુખ્ય હકીકતો :-

1. અરજદારના લગ્ન ૨૦૦૬માં સામાવાળા નં. ૩ (પતિ) સાથે થયા હતા અને તેઓ સામાવાળા નં. ૨ (સસરા) સાથે દિલ્હીમાં રહેતા હતા. ૨૦૧૨માં તેમણે એક પુત્રી દત્તક લીધી હતી. 

2. વ્યાવસાયિક સંબંધ:

o સસરા (Respondent No. 2) 'WWI' નામની સોલ પ્રોપ્રાઈટરશિપ પેઢી ધરાવતા હતા. 

o પત્ની અને પતિ (Petitioner & Respondent No. 3) 'M/s WWIE Enterprise' (WWIE) નામની ભાગીદારી પેઢી ચલાવતા હતા, જે WWI ની ઓફિસ, ડોમેઈન અને ઈમેઈલ સુવિધાઓનો ઉપયોગ કરતી હતી. 

3. વૈવાહિક સંબંધો અને વ્યાવસાયિક સંબંધો વણસતાં, અરજદારે ૨૦૧૯માં Domestic Violence Act, 2005 ની કલમ 12 હેઠળ પતિ અને સસરા સામે કેસ કર્યો. 

4. અરજદારના આરોપો:

o સસરાએ બિઝનેસમાં દખલગીરી કરી, ઓફિસ તથા ઈમેઈલ સુવિધા બંધ કરી. 

o પતિના અન્ય સંબંધોમાં સસરાએ પુત્ર પર કાબૂ ન રાખ્યો. 

o ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અને વ્યાવસાયિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

5. મજિસ્ટ્રેટ અને એપેલેટ કોર્ટનો હુકમ:

o મજિસ્ટ્રેટ કોર્ટ (27.01.2020): પતિ અને સસરા બંનેને નોટિસ ઈશ્યૂ કરી. 

o એપેલેટ કોર્ટ (Sessions Court - 08.06.2023): સસરાની અપીલ મંજૂર કરી તેમની સામેની નોટિસ રદ કરી, કારણ કે આરોપો મોટે ભાગે વ્યાવસાયિક/વેપારી વિવાદ આધારિત હતા અને સ્પષ્ટ ઘરેલુ હિંસા સાબિત થતી નહોતી.

6. અરજદારે Cr.P.C. ની કલમ 482 હેઠળ એપેલેટ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો. 


નામદાર હાઈકોર્ટે કેસના તમામ પહેલુઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરી નીચે મુજબના મહત્વના કાનૂની મુદ્દા સ્પષ્ટ કર્યા:

1. માત્ર 'કૌટુંબિક સંબંધ' હોવો પૂરતો નથી:

o કલમ 3 હેઠળ ઘરેલુ હિંસા (આર્થિક, મૌખિક કે માનસિક શોષણ) સાબિત કરવા માટે ચોક્કસ કૃત્ય અને તેના તથ્યો દર્શાવવા જરૂરી છે. 

2. પુત્રના આચરણ માટે પિતા (સસરા) જવાબદાર નથી:

o ઉમરલાયક (Adult) પુત્રના અંગત કે વૈવાહિક ગેરવર્તન પર પિતા કાબૂ ન રાખી શકે તે માત્રથી સસરા સામે DV Act હેઠળ ગુનો બનતો નથી. 

3. વેપારી/વ્યાવસાયિક વિવાદ અને આર્થિક શોષણ :

o WWI ની ઓફિસ, ઈમેઈલ કે ડોમેઈન વાપરવાનો અધિકાર જો કાયદાકીય કે કૌટુંબિક રીતે અરજદારનો સ્પષ્ટ હક ન હોય, તો તે બંધ કરવાથી કે તે અંગેના વિવાદથી DV Act હેઠળ આર્થિક શોષણ (Economic Abuse) આપોઆપ સિદ્ધ થતું નથી. 

o વ્યાવસાયિક ધમકીઓના ચોક્કસ આધાર વગરના માત્ર વિધાનોથી આર્થિક શોષણ ગણી શકાય નહીં. 

4. મૌખિક કે માનસિક શોષણના આરોપોમાં સ્પષ્ટતા:

o અરજીમાં "અપમાન કર્યું", "બૂમો પાડી" કે "ગાળો દીધી" જેવા સામાન્ય તારણો  લખવા પૂરતા નથી; શું શબ્દો બોલાયા હતા અને તેનાથી કેવી રીતે માનસિક નુકસાન થયું તેના ચોક્કસ તથ્યો હોવા જરૂરી છે. 

5. ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી:

o માત્ર અલગ રહેવાની સલાહ આપવી કે કોઈ ગંભીર પગલું ભર્યા વગર સામાન્ય વાતચીત કરવી તે કલમ 17 કે 18 હેઠળનો ભંગ કે ધમકી બનતી નથી, ખાસ કરીને જ્યારે અરજદાર તે જ ઘરમાં રહેવાનું ચાલુ રાખતા હોય. 

6. સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો સંદર્ભ:-

o હાઈકોર્ટે Shaurabh Kumar Tripathi v. Vidhi Rawal (2025) ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો કે નોટિસ ઈશ્યૂ કરવી એ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જો આરોપો પ્રાથમિક દ્રષ્ટિએ જ ઘરેલુ હિંસા ન દર્શાવતા હોય તો કલમ 482 હેઠળ હસ્તક્ષેપ કરી શકાય છે. 

આખરી આદેશ:-

• દિલ્હી હાઈકોર્ટે એપેલેટ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. 

• સસરા (Respondent No. 2) સામેની નોટિસ રદ કરવાનો આદેશ યથાવત રાખવામાં આવ્યો અને પત્નીની કલમ 482 હેઠળની પિટિશન ડિસમિસ ( કરવામાં આવી. 

• હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે પતિ (Respondent No. 3) સામેની કાર્યવાહી યથાવત ચાલુ રહેશે.

દિલ્હી હાઈકોર્ટનો આ આદેશ દર્શાવે છે કે ઘરેલુ હિંસા કાયદાનો ઉપયોગ માત્ર કૌટુંબિક શોષણ સામે રક્ષણ મેળવવા પૂરતો સીમિત છે, તેને વ્યાવસાયિક કે વેપારી વિવાદો ઉકેલવાનું સાધન બનાવી શકાય નહીં. ઉપરાંત, પુત્રના અંગત વર્તન માટે સસરાને બિનજરૂરી રીતે કાનૂની પ્રક્રિયામાં ઢસડી શકાતા નથી.

Post a Comment

0 Comments